Ghanu And Moon

 ચંદ્રની સંગતે Ghanu And Moon


શરદ પૂનમની મજાની રઢિયાળી રાત છે. ચોમેર ચાંદની ઢોળાઈ રહી છે. ભક્તિમાતા ઘનશ્યામને નાની હીંડોળા ખાટમાં ઘનશ્યામને સુવડાવી પોતે બાજોટ પર બેઠાં છે. બાજુમાં સુવાસિની બાઈ પણ બેઠાં છે.


આકાશમાં થોડે ઊંચે આવેલા ચંદ્રને છેટેથી બાળ પ્રભુના દર્શન તો થયા પણ નજીક આવી સ્તુતિ પ્રાર્થના કરવાની ઝંખના જાગી. અંતર્યામીથી એ અજાણ્યું કેમ રહે ? આથી પ્રભુએ કાલું કાલું બોલીને ચંદ્ર સામે હાથ લંબાવીને માતા પાસે ચંદ્ર લાવી આપવાની માગણી કરી. માતાએ તો ઘણું સમજાવ્યા પણ પ્રભુએ પોતાની હઠ ન જ મૂકી ત્યારે માતાએ અકળાઈને કહ્યું, ‘અમારા બોલાવ્યા એ ન આવે. તું જ બોલાવી લેને ?’ સુવાસિનીબાઈએ એમાં સૂર પુરાવતાં કહ્યું ‘હા હો ઘનશ્યામભાઈ ! તમે બોલાવો તો એ જરૂર આવશે.’


આ સાંભળી બાળ પ્રભુએ ચંદ્ર સામે જોઈને પોતાના કોમળ કરથી સાન કરી. આવવાનો સંકેત મળતાં ચંદ્રદેવ પોતાના નારીવૃંદ સામે પ્રભુ પાસે આવી પહોંચ્યા. સોના ચાંદીની પોંચી, ઝાંઝરી, સુંદર ઝબલાં ને વિવિધ ભેટો ધરાવીને ભાવથી પ્રભુની પૂજા કરીને ગદ્‌ગદ્‌કંઠે સ્તુતિ કરી. પ્રભુએ પણ પોતાની પ્રસન્ન બતાવી. ચંદ્રદેવને અનેરો આનંદ થયો. માતા તથા ભાભી તો આભા બની ચંદ્ર અને રોહિણી આદિ નારવૃંદ સામે ટગર ટગર જોઈ રહ્યાં. આમ થોડીવાર ઘનશ્યામ મહારાજની સંગતે રહી, ચંદ્રદેવે પ્રભુને ભાવથી નમન કરી પોતાના સ્થાને ગગનમાં જવા વિદાય લીધી.

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
#
#
#