World In Mouth માતાને મોંમાં વિશ્વ દેખાડ્યું

એક દિવસ માતા બાળ ઘનશ્યામને સ્તનપાન કરાવીને રમાડતાં હતાં. બાલ ઘનશ્યામ માતા સામે બાળસુલભ હાસ્યના ઘુઘવાટા કરીને કિલકિલાટ કરી રહ્યા હતા. હાસ્યથી ફાટફાટ થતું પ્યારા પુત્રનું મુખ માતા ચૂમી રહ્યાં હતાં. એવામાં બાળ ઘનશ્યામે પોતાનું નાનું મુખ વધારે પહોળું કર્યું. માતા એની સામે તાકીને જુએ છે ત્યાં તો અચંબો પામી ગયા! નાનકડા world in mouth મોંમાં
 માતાને પૃથ્વી, પર્વત, નદીઓ, જંગલો, પશુઓ, સમુદ્ર ને ઉપર તારામંડળથી ઊભરાતું આકાશ વગેરે દેખાવા લાગ્યું ! ચલચિત્રની જેમ સૂર્ય, ચંદ્ર ને ગ્રહો પણ દેખાયા ! એટલું જ નહિ પણ દેવતાઓ, દૈત્યો, ઋષિમુનિઓ તેમજ સમગ્ર માનવ સૃષ્ટિય દેખાણી ! વળી પોતે પોતાને પણ એમાં જોયાં આથી તો માતા ખરેખર દંગ બની ગયા ! એમને ન સમજાયું કે ઘનશ્યામના નાના મુખમાં આ બધું કેમ સમાયું હશે !

બાળ કનૈયાએ યશોદાજીને પોતાના મુખમા દેખાડેલ વિશ્વરૂપનો પ્રસંગ સાંભરી આવ્યો ને પોતે મનમાં ભારે ધન્યતા અનુભવી.

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
#
#
#